વાંકાનેર તા. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજી. નં. ૧૧૧૮૯૦૦૮૨૬૦૩૧૨/૨૬ હેઠળ બી.એન.એસ.એસ. ની કલમ ૨૮૮, ૧૧૦ તેમજ એક્સપ્લોઝીવ એક્ટની કલમ ૯ (બી) (૧) (બી) અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની કલમ ૪, ૬ મુજબના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજીને અદાલતે જામીન પર મુક્ત કર્યા છે.
મળતી માહિતી મુજબ, વાંકાનેર પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેને નીચલી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી દાખલ કરી હતી.
આ કેસમાં આરોપી તરફથી મોરબીના સિનિયર એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરીને દલીલો રજૂ કરવામાં આવી હતી. દલીલોને ધ્યાનમાં લઈને મોરબીના વિશેષ ન્યાયાધીશ અને અધિક સત્ર ન્યાયાધીશ શ્રી કે. આર. પંડ્યા દ્વારા આરોપીને રૂપિયા ૨૫,૦૦૦ના જામીન બોન્ડ પર શરતોને આધીન નિયમિત જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
આ કેસમાં આરોપી તરફથી એડવોકેટ મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તેમજ કુ. મેનાઝ એ. પરમાર હાજર રહ્યા હતા.


