R R Gujarat

BREKING: મોરબી શ્રોફ પેઢી તોડકાંડ બાદ Psi અને Asiની બદલી

BREKING: મોરબી શ્રોફ પેઢી તોડકાંડ બાદ Psi અને Asiની બદલી

મોરબી પોલીસના 78 કર્મચારીની પણ બદલીઓ

મોરબી જિલ્લા પોલીસવડા મુકેશ પટેલ આકરા પાણીએ

SOGમાં ફરજ બજાવતા PSI અંસારીની કંટ્રોલ રૂમમાં બદલી

ASI કિશોરદાન ગઢવીની એ-ડિવિઝન PCR ઇન્ચાર્જ તરીકે બદલી

શ્રોફ પેઢીના તોડકાંડ બાદ પોલીસ તંત્રમાં કાર્યવાહી તેજ બનતા અનેક ચર્ચાઓ શરૂ

મોરબીમાં તાજેતરમાં સામે આવેલા શ્રોફ તોડકાંડ બાદ જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા પોલીસવડાના આદેશથી પોલીસ વિભાગમાં મહત્વના વહીવટી ફેરફારો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ફેરફારો અંતર્ગત SOGમાં ફરજ બજાવતા PSI અંસારીની બદલી કરીને તેમને કંટ્રોલ રૂમમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ASI કિશોરદાન ગઢવીને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PCR ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. સાથે જીલ્લામાં 78 કર્મચારીની બદલીઓ કરવામાં આવી છે

શ્રોફ તોડકાંડ બાદ પોલીસ વિભાગમાં થયેલા આ ફેરફારોને લઈને શહેરમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે.