R R Gujarat

મોરબીના સીપાઈવાસના ચકચારી હત્યા કેસમાં 3 આરોપીઓને જામીન

મોરબીના સીપાઈવાસના ચકચારી હત્યા કેસમાં 3 આરોપીઓને જામીન

મોરબીના સીપાઈવાસ વિસ્તારમાં નોંધાયેલા ચકચારી હત્યા કેસમાં ત્રણ આરોપીઓને નિયમિત જામીન પર મુક્ત કરવાનો સેશન્સ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 1863/2025 મુજબ નોંધાયેલા ગુનામાં આરોપીઓ (1) ખાલીદ ફીરોઝભાઈ સમા, (2) શકીલ ફીરોઝભાઈ સમા અને (3) ફીરોઝભાઈ ઉસ્માનભાઈ સમા, રહે. ઝવેરી શેરી, સીપાઈવાસ, મોરબીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ સામે BNSની કલમ 103(1), 115(2), 118(2), 125, 352, 54 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે હતા. ત્યારબાદ આરોપીઓ તરફથી મોરબીના સિનિયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફતે મોરબી પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરવામાં આવી હતી.

જામીન અરજીની સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલ દ્વારા સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી ધારદાર દલીલો કરવામાં આવી હતી. દલીલો અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી એ. એલ. વ્યાસ સાહેબની કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને રૂ. 50,000ના જામીન બોન્ડ તથા કોર્ટની શરતોને આધીન નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ કેસમાં આરોપીઓ તરફથી એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.