R R Gujarat

મોરબી ACB PI પી.એ. દેકાવાડિયાની ટીમનો સપાટો સેવાસદનમાં ૨૫ હજારની લાંચ માંગનાર નાયબ નિયામક અને તેનો સાગરિત રંગેહાથ ઝડપાયા

મોરબી ACB PI પી.એ. દેકાવાડિયાની ટીમનો સપાટો સેવાસદનમાં ૨૫ હજારની લાંચ માંગનાર નાયબ નિયામક અને તેનો સાગરિત રંગેહાથ ઝડપાયા

મોરબીના સેવાસદનમાં એસીબી ટીમે છટકું ગોઠવી ૨૫ હજારની લાંચની માંગણી કરનાર ઓદ્યોગિક સલામતી નાયબ નિયામક અને સ્વાસ્થ્ય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીએટેટર ફોર ફેક્ટરીઝ તથા તેના મળતિયાને રંગેહાથ ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી એક ફેક્ટરી એક્ટ એડવાઈઝર તરીકે ફેક્ટરી એક્ટ મુજબ કન્સલ્ટીન્ગ કામ કરતા હોવાથી ફેકટરીના નકશા મંજુર કરાવવા અને ફેકટરીમાં વિઝીટ કરી હેરાન પરેશાન નહિ કરવા બદલ નાયબ નિયામક ઐાધોગિક સલામતી અને સ્વાસ્થય તથા ડેપ્યુટી ચીફ ઇન્સ્પેકટર કમ ફેસીલીટેટર ફોર ફેકટરીઝ, વર્ગ-૧ જતીનભાઇ સુરેશચંદ્ર આદેસરા ઉ.વ.૪૩ રહે.મંગલમ પ્લોટ નં.૧૧/બી, ભકિતનગર સોસાયટી શેરી નં.૧, શ્રી રામ નિવાસ સામે, ડો.હેમાણી ના દવાખાના ની સામેની શેરી, રાજકોટ વાળાએ રૂ ૨૫ હજારની લાંચની માંગણી કરી નક્કી હતી જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબી મોરબીનો સંપર્ક કર્યો હતો અને આરોપી જતિન આડેસરાએ લાંચની રકમ આરોપી અજયસિહ નાથુભા ઝાલા ઉ.વ.૨૮ ધંધો.ડ્રાઇવીંગ રહે. ભારતી એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફલોર ફલેટ નં.૧, મારૂતિનગર-૨, એરપોર્ટ રોડ, રાજકોટ (પ્રજાજન ડ્રાયવર) ને આપવા જણાવ્યું હતું

 

મોરબી એસીબી ટીમે લાલબાગ સેવાસદન ખાતે આવેલ ઓદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી કમ્પાઉન્ડના નીચેના ભાગે છટકું ગોઠવ્યું હતું અને આરોપી જતીન આડેસરાની હાજરીમાં આરોપી અજયસિંહ ઝાલાએ રૂ ૨૫ હજારની લાંચ સ્વીકારતા બંને આરોપીને રંગેહાથ ઝડપી લેવામાં એસીબી ટીમને સફળતા મળી હતી મોરબી એસીબી પીઆઈ પી એ દેકાવાડીયાની ટીમે ટ્રેપ ગોઠવી લાંચિયા અધિકારી અને તેના મળતિયાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે