ટોચના સેલિબ્રિટી અને ખેલાડીઓ જેમ કે Virat Kohli અને Cristiano Ronaldo બેલ્ટને પહેરે છે તો આ સામાન્ય નેતા હોવાનો દાવો કરતા વ્યક્તિને પોસાય ?
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા ફરી એકવાર વિવાદના વાવાઝોડામાં ઘેરાયા છે. એક તરફ ગરીબો અને ખેડૂતો માટે મોટી મોટી વાતો કરીને સાદગીનો ચહેરો રજૂ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ મોંઘી Whoop Fitness Tracker જેવી પ્રીમિયમ ફિટનેસ બેલ્ટનો ઉપયોગ સામે આવતા “બે મોઢાની રાજનીતિ”ના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. હવે સવાલ સીધો છે—આ સાચી સાદગી છે કે માત્ર દેખાવ માટેનું રાજકીય નાટક?
આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સામાન્ય અને ગરીબ વર્ગના નેતા તરીકે પોતાની છબી રજૂ કરતા ઈટાલીયા હાલમાં મોંઘી Whoop Fitness Tracker બેલ્ટ પહેરતા નજરે પડ્યા છે.
આ ફિટનેસ બેલ્ટની કિંમત આશરે ₹25 હજારથી ₹40 હજાર સુધી હોય છે, જ્યારે તેની વાર્ષિક સબ્સ્ક્રિપ્શન ફી પણ ₹24 હજારથી ₹30 હજાર સુધી પહોંચી જાય છે. આવી મોંઘી ડિવાઇસને લઈને લોકોમાં સવાલો ઊભા થયા છે કે, “સાદગીની વાતો કરનાર નેતા માટે આટલો ખર્ચ કેવી રીતે સંભવ છે?”
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે એક તરફ સામાન્ય જીવનશૈલીની વાતો અને બીજી તરફ મોંઘી ગેજેટ્સનો ઉપયોગ—આ બંને વચ્ચેનો વિરોધાભાસ હવે ચર્ચાનો વિષય બન્યો છે. કે, જાહેરમાં એક છબી અને ખાનગી જીવનમાં બીજી વાસ્તવિકતાહવે બહાર આવી રહી છે.પરંતુ આ મુદ્દો રાજકીય ગરમાવો વધારશે તે નિશ્ચિત માનવામાં આવે છે.
આ બેલ્ટ શું છે ?
ટોચના સેલિબ્રિટી અને ખેલાડીઓ જેમ કે Virat Kohli અને Cristiano Ronaldo બેલ્ટને પહેરે છે Whoop Fitness Tracker આ સ્માર્ટ ફિટનેસ બેલ્ટ ખાસ કરીને બોડી અને હેલ્થ સંબંધિત ડેટા ટ્રેક કરવા માટે બનાવવામાં આવી છે. તેમાં હાર્ટ રેટ, સ્લીપ પેટર્ન, સ્ટ્રેસ લેવલ અને રિકવરી જેવી મહત્વપૂર્ણ માહિતી મળે છે, જે યુઝરને પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવાની મદદ કરે છે.


