R R Gujarat

વાંકાનેરમાં એક્સાઈઝ કેસમાં આરોપી જામીન પર છૂટ્યો 

વાંકાનેરમાં એક્સાઈઝ કેસમાં આરોપી જામીન પર છૂટ્યો 

વાંકાનેર તા. પો. સ્ટે. એ પાર્ટ ગુ. રજી. નં. ૧૧૧૮૯૦૦૮૨૬૦૩૧૨/૨૬ બી. એન. એસ. એસ. ની કલમ ૨૮૮, ૧૧૦ ના એકપ્લોઝીવ એકટ ની કલમ ૯ (બી) (૧) (બી) તથા વીસ્ફોટક પદાર્થ અધીનીયમ ની કલમ ૪, ૬ ના ગુન્હામાં આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી નો જામીન પર છુટકારો

બનાવની ટુંકમાં વિગત એવી છે કે વાંકાનેર તા. પોલીસ એ આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી રહે. આજીવસાહત ખોડીયાર નગર, શેરી નં. ૩૩, રાજકોટ વાળા ને બી. એન. એસ. એસ. ની કલમ ૨૮૮, ૧૧૦ ના એકપ્લોઝીવ એકટ ની કલમ ૯ (બી) (૧) (બી) તથા વીસ્ફોટક પદાર્થ અઘીનીયમ ની કલમ ૪, ૬ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. નીચેની અદાલત માં રજુ કરેલ ત્યાર થી જયુડી. કસ્ટડી માં જેલ હવાલે હોય ત્યારબાદ નામ. સેશન્સ કોર્ટ માં જામીન અરજી કરતા આરોપી એ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ શ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુકત થવા જામીન અરજી કરતા આરોપી ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) એ નામ. સુપ્રીમ કોર્ટ તથા નામ. ગુજ. હાઈકોર્ટ ના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલ ધ્યાને લઈ મોરબી ના વિશેષ ન્યાયધીશ અને અધીક ક્ષત્ર ન્યાયધીશ શ્રીની સમક્ષ સેશન્સ જજ સાહેબશ્રી ની કોર્ટમાં મોરબી ના શ્રી કે. આર. પંડયા સાહેબ શ્રી એ આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી ને રૂા. ૨૫,૦૦૦/- ના જામીન આપી શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરેલ છે. આ કેસમાં આરોપી રમેશભાઈ ગોરઘનદાસ ખોજીરજી_ના વકીલ શ્રી મનિષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા કુ. મેનાઝ એ પરમાર રોકાયેલા હતા.