મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનો રજી. નં. ૧૦૩/૨૬ હેઠળ છેતરપીંડીના કેસમાં આરોપી મુકેશભાઈ અંબાપ્રસાદ મહેતા અને તેમની પત્ની હીનાબેન મુકેશભાઈ મહેતાને સેશન્સ કોર્ટ દ્વારા જામીન મળ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, શનાળા રોડ પર આવેલ આશુતોષ હાઈટ્સમાં રહેતા આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી અને તેઓને કોર્ટમાં રજુ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા.
પછી આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી. આરોપી પક્ષ તરફથી સીનીયર એડવોકેટ મનીષ પી. ઓઝા (ગોપાલ ઓઝા) દ્વારા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાઓનો ઉલ્લેખ કરી મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મોરબીના વિશેષ ન્યાયાધીશ અને અતિરિક્ત સત્ર ન્યાયાધીશ શ્રી કે. આર. પંડ્યા સાહેબે આરોપી દંપતીને રૂ. ૨૫,૦૦૦ના વ્યક્તિગત જામીન અને સમકક્ષ જામીનદારોની શરતે રેગ્યુલર જામીન મંજૂર કર્યા છે.
આ કેસમાં આરોપી પક્ષ તરફથી એડવોકેટ મનીષ પી. ઓઝા સાથે કુ. મેનાઝ પરમાર પણ હાજર રહ્યા હતા.


