R R Gujarat

મોરબીમાં આજે ‘અઢી અક્ષરનું અમૃત’ કવિ સંમેલનનું આયોજન

મોરબીમાં આજે ‘અઢી અક્ષરનું અમૃત’ કવિ સંમેલનનું આયોજન

મોરબી: મોરબીમાં સાહિત્ય અને કળાના વારસાને વધુ સમૃદ્ધ બનાવવાના હેતુથી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને નિર્શિવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે ‘અઢી અક્ષરનું અમૃત’ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના પટેલ સમાજ વાડી, શકત સનાળા ખાતે સાંજે 4:30 કલાકે યોજાનારા આ સાહિત્યિક કાર્યક્રમમાં જાણીતા કવિઓ દ્વારા કાવ્યપઠન કરવામાં આવશે. કાર્યક્રમમાં દીપક દ્વિવેદી, સુનિતા દ્વિવેદી, રામ વાઘોરિયા, વિશાલ પારેખ, જર્માન દેવ અને પંકજદાન ગઢવી સહિતના કવિઓ ઉપસ્થિત રહી પોતાની રચનાઓ રજૂ કરશે.

આ ઉપરાંત મોરબીની સ્થાનિક સાહિત્યિક પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે કાવ્યલેખન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મોરબીના સાહિત્યપ્રેમી નાગરિકોએ પોતાની સ્વરચિત અને મૌલિક રચનાઓ રજૂ કરી હતી અને શ્રેષ્ઠ ત્રણ રચનાકારોને કાર્યક્રમ દરમિયાન સન્માનિત કરવાની સાથે સ્ટેજ પરથી કાવ્યપઠનની તક આપવામાં આવનાર છે.

મોરબીના સાહિત્યપ્રેમીઓ, કવિઓ અને કાવ્યરસિકોને આ સુંદર સાહિત્યિક સંમેલનમાં ઉપસ્થિત રહી કાવ્યરસ માણવા માટે આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

સ્થળ: પટેલ સમાજ વાડી, શકત સનાળા, મોરબી
સમય: સાંજે 4:30 કલાકે
તારીખ: 22 ઓગસ્ટ 2026