જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલે પોલીસ બેડામાં આંતરિક ફેરબદલ કર્યો
મોરબી જિલ્લા પોલીસ બેડામાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલ દ્વારા 10 PIની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રમાં વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અલગ-અલગ પોલીસ મથકો અને શાખાઓમાં ફરજ બજાવતા PIને નવી જવાબદારી સોંપવામાં આવી છે.
બદલીના હુકમ મુજબ એસ.પી. જાડેજાને LCB વી.એસ. સિંધવને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનથી માળીયા (મી.) પોલીસ સ્ટેશન, જ્યારે આર.એસ. પટેલને માળીયા (મી.) પોલીસ સ્ટેશનથી LIB મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
તે ઉપરાંત કે.કે. દરબારને લીવ રિઝર્વ મોરબીથી હળવદ પોલીસ સ્ટેશન, આર.ટી. વ્યાસને હળવદ પોલીસ સ્ટેશનથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, એચ વી ઘેલાને મહિલા પોલીસ સ્ટેશનથી ટ્રાફિક શાખા મોરબી અને ડી.વી. ખરાડીને ટ્રાફિક શાખાથી I.U.C.A.W. મોરબી ખાતે બદલી કરવામાં આવી છે.
એમ.બી. મિસ્ત્રીને I.U.C.A.W. મોરબીથી મહિલા પોલીસ સ્ટેશન, જે.એસ. ગમીતને A.H.T.U. મોરબીથી વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન અને પી.આર. સોલંકીને લીવ રિઝર્વ મોરબી (વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન)થી A.H.T.U. મોરબી ખાતે મુકવામાં આવ્યા છે.
બદલી કરાયેલા તમામ પોલીસ અધિકારીઓને નવી ફરજના સ્થળે તાત્કાલિક હાજર થવા અને હાજરી અંગેની જાણ કરવા સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લા પોલીસ તંત્રમાં થયેલા આ આંતરિક ફેરબદલથી આગામી દિવસોમાં વિવિધ પોલીસ મથકોની કામગીરીમાં પણ ફેરફાર જોવા મળી શકે છે.


