વર્ષ ૨૦૨૧ માં ચર્ચાસ્પદ દુષ્કર્મના ગુનામાં વચગાળાના જામીન પરથી દશેક માસથી ફરાર થયેલા કેદીને મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સો એક્ટના ગુનામાં મોરબી સબ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદી નંબર ૧૬૧/૨૦૨૫ હિતેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ.૪૯) રહે લજાઈ તા.ટંકારા વાળો ગુજરાત હાઈકોર્ટના ક્રિમીનલ મિસ એપ્લીકેશન ના આદેશ અનુસાર વચગાળાની પેરોલ રજા પર તા. ૦૪-૧૦-૨૦૨૫ ન રોજ ૭ દિવસ માટે જેલ મુક્ત થયો હતો
જેને મોરબી સબ જેલ ખાતે તા. ૧૨-૧૦-૨૫ ના રોજ હજાર થવાનું હતું પરંતુ આરોપી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો જે કેદીને મોરબી એલસીબી ટીમે તેના ઘરે હોવાની બાતમીને પગલે ઝડપી લઈને ડીટેઈન કરી મોરબી સબ જેલ હવાલે કર્યો છે


