R R Gujarat

હત્યા : મોરબીના વનાળીયા ગામે કૌટુંબિક વિવાદે લીધો ભયાનક વળાંક, કાકાએ ભત્રીજાની કરી હત્યા

હત્યા : મોરબીના વનાળીયા ગામે કૌટુંબિક વિવાદે લીધો ભયાનક વળાંક, કાકાએ ભત્રીજાની કરી હત્યા

મોરબી તાલુકાના વનાળીયા ગામે એક હ્રદયવિદારક ઘટના સામે આવી છે, જેમાં કૌટુંબિક ઝઘડો હત્યા સુધી પહોંચ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મહેશ ગોરધન રાઠોડ નામના યુવક અને તેના કાકા સુરેશ કાનજી રાઠોડ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બની મારામારીમાં ફેરવાયો હતો.

આ દરમિયાન સુરેશ રાઠોડે ગુસ્સામાં આવી ભત્રીજા મહેશ પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘાયલ મહેશને તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી સુરેશ રાઠોડ હાલ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.