ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ નજીક અકસ્માતમાં વૃદ્ધનું મોત થયું હતું અકસ્માતના બનાવ મામલે મૃતકના પુત્રએ ટ્રેલર કન્ટેનર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ કેશવનગર, જીવાપર (ચકમપર) હાલ મોરબી રહેતા દિલીપકુમાર જસમતભાઈ કાલરીયાએ કન્ટેનર ટ્રેઇલર જીજે ૧૨ એવાય ૯૭૪૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી જસમતભાઈ કેશવજીભાઇ કાલરીયા (ઉ.વ.૬૮) વાળા ગત તા. ૧૬ ના રોજ સવારના દશેક વાગ્યે ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ શકત શનાળા તરફના છેડા પાસે રોડ ક્રોસ કરવા રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે કન્ટેનર ટ્રેલર ચાલકે હડફેટે લઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા મોત થયું હતું સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


