દલવાડી સર્કલ પાસે સરદાર ૩ માં રહેતા ૩૭ વર્ષના યુવાનને અચાનક ઉલટી થયા બાદ બેભાન થયા હતા અને સારવાર મળે તે પૂર્વે જ યુવાનનું મોત થયું હતું
મોરબીના શનાળા બાયપાસ દલવાડી સર્કલ પાસે સરદાર ૩ ના રહેવાસી કૌશિકભાઈ નરભેરામભાઈ બારૈયા (ઉ.વ.૩૭) નામના યુવાન ઘરે હતા ત્યારે અચાનક ઉલટી થવા લાગતા બેભાન થયા હતા જેથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


