R R Gujarat

મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત 

મોરબી તાલુકાના રંગપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠીયા (ઉ.વ.૪૦) નામના યુવકે કોઈ કારણસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.