R R Gujarat

મોરબીની લીલાપર ચોકડી પાસે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીની લીલાપર ચોકડી પાસે પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત


મોરબીની લીલાપર ચોકડી પાસે ૨૧ વર્ષની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવની નોંધ કરી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ઝારખંડના વતની અને હાલ લીલાપર ચોકડીથી નવાગામ જતા રોડ પર આવેલ સ્પેનીયા સિરામિકમાં કામ કરતા રાધારાની હેમરમ (ઉ.વ.૨૧) નામની પરિણીતા ઓરડીમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો મૃતકનો લગ્નગાળો ૫ વર્ષનો હતો અને સંતાન ના હોવાનું જાણવા મળ્યું છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે