R R Gujarat

મોરબીમાં નિઃશુલ્ક ગરબા ક્લાસિસનું આયોજન

મોરબીમાં નિઃશુલ્ક ગરબા ક્લાસિસનું આયોજન

મોરબી: નવરાત્રીના પર્વને લઈને મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ સમિતિ-2026 દ્વારા બહેનો અને ફેમિલી માટે નિઃશુલ્ક ગરબા ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે. સમિતિ દ્વારા નવરાત્રીની ઉજવણી સાથે પરંપરાગત ગરબાની તાલીમ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ ગરબા ક્લાસિસનો 26 ઓગસ્ટ, 2026થી પ્રારંભ થશે. જેમાં બહેનો માટે સાંજે 5થી 7 વાગ્યા સુધી, જ્યારે ફેમિલી માટે રાત્રે 9થી 11 વાગ્યા સુધી ગરબા ક્લાસિસ યોજાશે.

મોરબીના એસોલીકસ ગ્રાઉન્ડ, એસ.પી. રોડ, સરદાર આર્કેડ પાછળ આ ક્લાસિસનું આયોજન કરવામાં આવ્યું છે. બહેનો અને પરિવારજનોને નવરાત્રી પહેલાં ગરબાની તાલીમ મળી રહે તે માટે આ નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

ગરબા ક્લાસિસમાં જોડાવા ઇચ્છુકો માટે સમિતિ દ્વારા રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે 99133 08347 પર સંપર્ક કરવા જણાવાયું છે.

નવરાત્રીની ઉજવણીને લઈને મોરબીમાં વિવિધ આયોજનોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને આ નિઃશુલ્ક ગરબા ક્લાસિસ પણ ખેલૈયાઓમાં ઉત્સાહ વધારશે.