R R Gujarat

મોરબી બ્રેકીંગ : LIB PI એસ.પી. જાડેજાને LCB PI તરીકે ચાર્જ સોંપાયો

મોરબી બ્રેકીંગ : LIB PI એસ.પી. જાડેજાને LCB PI તરીકે ચાર્જ સોંપાયો

મોરબી જિલ્લા પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. મોરબી ખાતે LIB (લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ)માં ફરજ બજાવતા PI એસ.પી. જાડેજાને હવે સ્થાનિક ગુના શાખા એટલે કે લોકલ ક્રાઇમ બ્રાંન્ચ (LCB)ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.  

અત્યાર સુધી LCB PI તરીકેની જવાબદારી SOG PI રતનસિંહ ગોહિલ સંભાળી રહ્યા હતા. તેને હવે LCB પીઆઇના ચાર્જ માંથી મુક્ત કરવામાં આવ્યા છે અને હવે નવા આદેશ બાદ PI એસ.પી. જાડેજા LCBની કમાન સંભાળશે, જ્યારે જિલ્લામાં ગુનાખોરી નિયંત્રણ, પ્રોહિબિશન, ચોરી, લૂંટ તેમજ અન્ય ગંભીર ગુનાઓની તપાસ અને ડિટેક્શન કામગીરીમાં વધુ સક્રિય ભૂમિકા ભજવશે.  

PIએસ.પી. જાડેજા અગાઉ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી ચૂક્યા હોવાથી તેમની નિમણૂંકને પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. LCBમાં તેમની આગેવાની હેઠળ જિલ્લામાં ગુનાખોરી સામેની કામગીરી વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.