વકીલ જાનકી મહેતાની ધારદાર દલીલ થી કાર્યવાહી
મોરબીમાં ચેક બાઉન્સના એક મહત્વપૂર્ણ કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠરાવી સજા ફરમાવતા સાથે ઇન્કમટેક્ષ વિભાગને પણ જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબીના નીલ હિતેશ કાવરને મૂળ રામગઢ કોયલી ગામના અને હાલ મોરબી ખાતે રહેતા રૂપેશ હરજીવન રણીપાએ વર્ષ 2024 દરમિયાન કટકે-કટકે મળી કુલ રૂ. 5 લાખ હાથ ઉછીના લીધા હતા. ત્યારબાદ આ રકમ પરત આપવા માટે આરોપીએ રૂ. 5 લાખનો ચેક આપ્યો હતો. જોકે બેંકમાં રજૂ કરાતા ચેક અનાદર થઈ પાછો ફર્યો હતો.
આ મામલે ફરિયાદી નીલ કાવરે મોરબી કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન અંગે ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી પૂર્ણ થતાં મોરબીના મહે. ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જૈમીનભાઈ ગઢવી એ આરોપી રૂપેશ હરજીવન રણીપાને દોષિત જાહેર કર્યો હતો.
કોર્ટે આરોપીને બે વર્ષની સજા તેમજ રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. સાથે જ ફરિયાદીને રૂ. 5 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. વધુમાં આરોપી સામે આવકના સ્ત્રોત અને નાણાકીય વ્યવહારો અંગે કાર્યવાહી કરવા ઇન્કમટેક્ષ વિભાગને પણ આદેશ કરવામાં આવ્યો છે.
ફરિયાદી પક્ષ તરફથી એડવોકેટ જાનકીબેન મહેતા, બી એન શેઠ અને નીશ શેઠ રોકાયેલા હતા.


