R R Gujarat

મોરબીના પેકેજીંગ ધંધાર્થીઓને એક વર્ષની જેલ સજા ₹9.13 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો ચુકાદો, બમણી રકમનો દંડ

મોરબીના પેકેજીંગ ધંધાર્થીઓને એક વર્ષની જેલ સજા ₹9.13 લાખના ચેક બાઉન્સ કેસમાં કોર્ટનો ચુકાદો, બમણી રકમનો દંડ

મોરબીની રાધેશ્યામ પેપર મિલ પાસેથી ક્રાફ્ટ પેપરની ખરીદી કર્યા બાદ બાકી રહેલી લ્હેણી રકમ ચૂકવવા આપવામાં આવેલા ચેકો પરત ફરવાના કેસમાં મોરબી કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

મોરબીના કેશવ પેકેજીંગના માલિકો પ્રતિક રતિલાલ રંગપરીયા તથા ભાવનાબેન રતિલાલ રંગપરીયા દ્વારા ચૂકવણી માટે આપવામાં આવેલા ત્રણ ચેક પરત ફરતા રાધેશ્યામ પેપર મિલ તરફથી મોરબી કોર્ટમાં ચેક પરત થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં કુલ રૂ.9 લાખ 13 હજારની બાકી લ્હેણી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કેસની સુનાવણી બાદ મોરબી કોર્ટે કેશવ પેકેજીંગના માલિકો પ્રતિક રતિલાલ રંગપરીયા તથા ભાવનાબેન રતિલાલ રંગપરીયાને એક વર્ષની જેલ સજા તથા બમણી રકમ એટલે કે રૂ.18 લાખ 26 હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં ફરિયાદી તરફે વકીલ બી.એન. શેઠ, નીશ શેઠ તથા જાનકીબેન એન. મહેતાએ કામગીરી સંભાળી હતી.