R R Gujarat

Morbi : એક લાખની ડુપ્લિકેટ ચલણી નોટો ATMમાં જમા કરાવવાના કેસમાં આરોપીને જામીન

Morbi : એક લાખની ડુપ્લિકેટ ચલણી નોટો ATMમાં જમા કરાવવાના કેસમાં આરોપીને જામીન

વડોદરા: તાજેતરમાં અકસ્માત રાહત ફંડ માટે બનાવવામાં આવેલી હોવાનું જણાવી રૂ. 1,00,000ની ડુપ્લિકેટ ચલણી નોટો ચલાવવાનો પ્રયાસ કરવાના કેસમાં આરોપીને કોર્ટમાંથી રાહત મળી છે.

મળતી માહિતી મુજબ, એક અજાણ્યા ઇસમે વડોદરાની દુર્ગા શાખાના ATMમાં ડુપ્લિકેટ ચલણી નોટો જમા કરાવવા પ્રયાસ કર્યો હતો. ATMમાં નોટો જમા થયા બાદ નોટો ડુપ્લિકેટ હોવાનું સામે આવતા બેંક મેનેજર દ્વારા અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદના આધારે વડોદરા એસ.ઓ.જી. પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ડુપ્લિકેટ નોટોના માસ્ટર માઇન્ડ સહિત આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી નં. 3 તરફથી ધારાશાસ્ત્રી હિમશીખા એમ. રાઠોડ દ્વારા વડોદરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજૂ કરી દલીલો કરવામાં આવી હતી.

કોર્ટ દ્વારા બચાવ પક્ષની દલીલો અને રજૂ થયેલા ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી નં. 3ને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે