માળીયા પીઆઇ કે કે દરબારને લિવ રિઝર્વમાં મુકાયા
મોરબી જિલ્લામાં પોલીસ વિભાગમાં થતા બદલાવ વચ્ચે એસપી મુકેશ પટેલનો અભિગમ ખાસ ચર્ચામાં રહ્યો છે. તેઓ સામાન્ય રીતે તર્ક અને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બદલીના નિર્ણયો લેતા હોવા માટે જાણીતા માનવામાં આવે છે.તાજેતરમાં થયેલી બદલીમાં પણ આ જ અભિગમ જોવા મળ્યો છે. લિવ રિઝર્વ પીઆઈ રાકેશ પટેલને માળીયા પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે, જ્યારે ત્યાં ફરજ બજાવતા પીઆઈ કે.કે. દરબારને લિવ રિઝર્વમાં મુકાયા છે. આ નિર્ણય પાછળ પ્રશાસનિક જરૂરિયાત અને કાર્યક્ષમતા વધારવાનો હેતુ માનવામાં આવે છે.
પોલીસ વિભાગના સૂત્રો મુજબ, એસપી મુકેશ પટેલનો ફોકસ હંમેશા યોગ્ય માણસને યોગ્ય જગ્યાએ મુકવાનો રહે છે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને.
મોરબી જિલ્લામાં પોલીસ વિભાગમાં મહત્વપૂર્ણ બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ના નવા પીઆઈ તરીકે કોણ નિમાયા તેની સત્તાવાર જાહેરાત હજી સ્પષ્ટ થઈ નથી, પરંતુ આ બદલીને પગલે પોલીસ વિભાગમાં આંતરિક વ્યવસ્થામાં ફેરફાર થવાની શક્યતા છે મોરબી LCBના નવા પીઆઈ અંગે ગણતરીના દિવસોમાં સત્તાવાર જાહેરાત થાય તેવી પણ શક્યતાઓ સામે આવી છે.


