R R Gujarat

મોરબીમાં હેરાન પરેશાન કરી માનશીક દુખત્રાસ આપી મરવા મજબુર કરવા અંગેના ગુનામાં આરોપીનો જામીન ૫૨ છુટકારો

મોરબીમાં હેરાન પરેશાન કરી માનશીક દુખત્રાસ આપી મરવા મજબુર કરવા અંગેના ગુનામાં આરોપીનો જામીન ૫૨ છુટકારો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન સમક્ષ નોંધાયેલ એ પાર્ટ ગુના રજી. નં. ૦૪૨૬/૨૦૨૬ ના કામે બી.એન.એસ કલમ-૫૪, ૧૦૮ મુજબના ગુન્હાના કામે આઠ આરોપીઓની અટક કરેલ જેમાં (૧)કેવલ કારૂભાઈ વિરમગામા (૨)નાનજીભાઈ મનજીભાઈ જીવાણી (૩) રમણીકભાઈ નરશીભાઈ આદ્રોજા (૪)વિલાસબેન પિયુશભાઈ સવસાણીના એડવોકેટ શ્રી ડી. આર. આદ્રોજા મારફત નામદાર સેસન્સ અદાલતના શ્રીમાન જજ સાહેબશ્રી કે.આર. પંડયા સાહેબ સમક્ષ જામીન મુકત થવા અ૨જી ગુજારેલ જેમાં શરતોને આધીન આરોપી કેવલ કારૂભાઈ વિરમગામા, નાનજીભાઈ મનજીભાઈ જીવાણી, રમણીકભાઈ નરશીભાઈ આદ્રોજા, વિલાસબેન પિયુશભાઈ સવસાણી ને જામીન મુકત કરવા હુકમ ફરમાવેલ.

કેસની વિગતે શનાળા બાયપાસ વિસ્તારમાં તા.૫/૦૩/૨૦૨૬ ના રોજ મહિલાએ ગળાફાંસો ખાય આપઘાત કરી લીધેલ હોય જે અન્વયે મોરબી પોલીસ ગુનો દાખલ કરી આરોપીઓની અટક કરેલ અને તે નોંધાયેલ ગુના ની વિગત મુજબ તા.૫/૦૩/૨૦૨૬ ના રોજ આરોપીઓ એ ફરીયાદી તેમજ તેમના પરીવારજનો સાથે જગડાનો ખાર રાખીને ફરીયાદીની માતાને અવાર નવાર ફરીયાદીની હાજરીમાં તથા ગેરહાજરીમાં ધાક-ધમકી આપી ફરીયાદી તથા તેમજ તેના પરીવારજનોને નુકશાન કરવાની ધમકી આપી ટોર્ચર કરી, હેરાન પરેશાન કરીને શારીરીક તથા માનસીક દુખત્રાસ આપી મરવા માટે મજબુર કરવા તેમજ એકબીજાને મદદ કરી ગુનો આચરવા અંગેનો ગુન્હો નોંધાયેલ અને ગુન્હાના કામે આરોપીઓની પોલીસ ઘ્વારા અટક કરવામાં આવેલ અને આરોપીઓ જેલ હવાલે હોય જે અન્વયે કેવલ કારૂભાઈ વિરમગામા, નાનજીભાઈ મનજીભાઈ જીવાણી, રમણીકભાઈ નરશીભાઈ આદ્રોજા, વિલાસબેન પિયુશભાઈ સવસાણી ના વતી એડવોકેટ શ્રી ડી. આર. આદ્રોજા ની ધારદાર રજુઆત તથા નામદાર સુપ્રિમ કોર્ટ ના ચુકાદાઓ તેમજ સિધ્ધાંતો ઘ્યાને લઈને નામદાર અદાલતે આરોપીઓ–કેવલ કારૂભાઈ વિરમગામા, નાનજીભાઈ મનજીભાઈ જીવાણી, રમણીકભાઈ નરશીભાઈ આદ્રોજા, વિલાસબેન પિયુશભાઈ સવસાણી ને જામીન મુકત કરવા મહત્વનો હુકમ ફરમાવેલ છે.

આરોપીઓ વતી આદ્રોજા એસોસીએટસના એડવોકેટ શ્રી ડી. આ૨. આદ્રોજા (પુર્વ સરકારી વકીલ તથા પુર્વ પ્રમુખ મોરબી જીલ્લા વકીલ મંડળ), ડી.વી.પારેઘી (ઉપપ્રમુખ- મોરબી જીલ્લા વકીલ મંડળ) બી.વી.ડાભી, ગૌરવ.જે છત્રોલા, ધનશ્યામ બી.આદ્રોજા, હર્ષ જે. પટેલ,આયુષ વાય.સાબાપરા,ધવલ ડી.શેરસીયા,વિજય વી.શેરસીયા,વિપુલ એલ. પટેલ વિગેરે રોકાયેલ હતા.