R R Gujarat

રાજકોટ વિભાગની BMS સંગઠનની સાધારણ સભાનું આયોજન : ડી. એન. ઝાલાને સતત ૧૭મી વખત બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા

રાજકોટ વિભાગની BMS સંગઠનની સાધારણ સભાનું આયોજન : ડી. એન. ઝાલાને સતત ૧૭મી વખત બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા

આજરોજ રાજકોટ વિભાગની BMS સંગઠનની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગઠનના લોકલાડીલા અને અનુભવી નેતા શ્રી ડી. એન. ઝાલા સાહેબને સતત ૧૭મી વખત બિનહરીફ પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

શ્રી ડી. એન. ઝાલા સાહેબના દૃઢ નેતૃત્વ, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને કર્મચારીઓના હિત માટેના સતત પ્રયાસોના પરિણામે સંગઠન વધુ મજબૂત બન્યું છે. તેમની આ ઐતિહાસિક અને વિશ્વાસભરેલી નિમણૂકથી સમગ્ર BMS પરિવાર તથા કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે.

આ અવસરે હાજર તમામ હોદ્દેદારો, કાર્યકરો અને સભ્યોએ શ્રી ઝાલા સાહેબને હાર્દિક અભિનંદન પાઠવી તેમની આગેવાનીમાં સંગઠન સતત પ્રગતિ કરે તેવી મહેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા. વિજયસિંહ જાડેજા. જે.કે.જાડેજા. ભરતભાઇ ખાંભરા. હરેશભાઈ સવસેટા વિક્રમભાઈ વિરડા હરીભાઈ ધ્રાંગા. કિશનસિંહ ઝાલા તેમજ B.M.S.ટીમ શુભેચ્છા વ્યક્ત કરી હતી.