થોડાક દિવસો પહેલા માળીયા મુકામે ધોકા ધારીયા છરી વડે હુમલો કરેલ હોઈ જે અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના ગુના ૨જીસ્ટર નં.૧૦૧૫/૨૦૨૫ થી બી.એન.એસ ૧૧૫,૧૧૫(૨), ૧૧૮,૧૧૮(૨),૩૫૨,૫૪ ની કલમો મુજબ કુલ ૫ (ત્રણ) આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ થયેલ. જે ગુના અનુસંધાને આરોપીઓ પૈકી (૧) સારબાઇ બાબરીયા અને અરોપી નં (૨) રેશમા જેડા દ્રારા નામદાર કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ.જે અન્વયે આરોપીના વકીલ શ્રી જયદીપ.બી.પાંચોટીયા તેમજ ગીરીશ.બી.અંબાણી ની ધારદાર અને કાયદાકીય રજુઆત ને ધ્યાનમાં લઈ આરોપીઓને તા.૩૧-૧૨-૨૦૨૫ ના રોજ જામીન ઉપર છોડવાનો હુકમ કરવામાં આવેલ.
આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી અને મોરબી જીલ્લા પાટીદાર લીગલ સેલ ના પ્રમુખ શ્રી જયદિપ.બી.પાંચોટીયા, તથાગીરીશ.બી.અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા.


