મોરબીના સાપર ગામે પેટા કેનાલના પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને નુકસાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સફાઈના અભાવે આ પાણી ઘૂસવાની સમસ્યા દર વર્ષે થાય છે. કેનાલની યોગ્ય સફાઈ કામગીરી કરવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે
મોરબીના શાપર ગામ નજીકથી પસાર થતી નર્મદાની માઈનોર ડી ૨૬ ડી ઓવરફલો થવાથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા જેથી ખેતરમાં ઉભા રહેલ પાક ઘઉં, જીરું, લસણ સહિતના પાકનો નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે તો આ મામલે શાપર ગામના સરપંચ રવિરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે ડર વર્ષે શિયાળામાં કેનાલ ઓવરફલો થવાની સમસ્યા રહેલ છે વારંવાર અધિકારીઓને કેનાલની યોગ્ય સફાઈ કરવા બબાતે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સફાઈ ના થવાના અભાવે કેબલ ઓવરફલો થાય છે અને કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકશાન ભોગ્વાનો વારો આવે છે
કેનાલ ઓવરફલો થવાની જાણ અધિકારીઓને થતા જેસીબી મશીન દ્વારા સાઈફનમાંથી કચરો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી જો કે અધિકારીઓએ મીડિયા સામે કઈ બોલવાનો ઇનકાર કર્યો હતો


