R R Gujarat

મોરબી ચકમપર ઉમિયા પરિવારનું તૃતીય સ્નેહ મિલન યોજાયું

મોરબી ચકમપર ઉમિયા પરિવારનું   તૃતીય સ્નેહ મિલન યોજાયું

શ્રી ઉમિયા પરિવાર ચકમપર મોરબી ના તૃતીય સ્નેહ મિલન સફળ આયોજન.
મોરબી શહેરમાં રહેતા અને ચકમપર ગામમા રહેતા પટેલ સમાજ સહ પરિવાર સાથે સ્નેહ મિલન સમારોહ નું ભવ્ય આયોજન તા.21.12.25 ને રવિવાર ના રોજ ભરતવન ફાર્મ ભરતનગર ખાતે રાખવામાં આવેલ. જેમાં દરેક પરિવાર સાથે હાજર રહેલ, ચકમપર ગામના બજરંગ ધુન મંડળ સાથે ગામના યુવાનો દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ ને જીવંત
રાખતી રામ રાસ અને બહેનો દ્રારા રાસગરબા રજૂ કરેલ.
સાંસ્ક્રુતિક કાર્યક્રમ ગામની જ દસ વર્ષની બાળાઓ દ્વારા સુંદર રીતે, ચારણકન્યા, ઝાંસીની રાણી ની ઝાંખી પ્રિન્સી કાલરીયા, તેમજ ભારત નાટ્યમ કલા પ્રાંચી કાલરીયા દ્વારા ભવ્ય રજૂઆત કરવામાં આવેલ. આયોજકો દ્વારા સુંદર વ્યવસ્થા ના ભાગરૂપે બાળકોમાટે બમ્પી જમ્પિંગ , તેમજ આયુર્વેદિક પુસ્તકો નું અને શાકભાજી બિયારણ વિતરણ આયોજન કરવામાં આવેલ.
આમ આ પ્રકારની શાનદાર વ્યવસ્થા સાથે મહાપ્રસાદ લઈ સ્નેહ મિલન સમારોહ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવેલ.