રવાપર ગામના અરજદારે મહાપાલિકામાં અરજી કરતા મચ્યો ખળભળાટ
મોરબી સ્કાય મોલનું બાંધકામ ચાલતું હતું ત્યારથી વિવાદો જોવા મળી રહ્યા છે અને હવે સ્કાય મોલ બનીને આટલા વર્ષોથી ધમધમી રહ્યો છે ત્યારે ફરીથી ગેરકાયદેસર બાંધકામનું ભૂત ધુણ્યું છે મોરબીના સ્કાય મોલમાં ગેરકાયદેસર બાંધકામનું દબાણ હટાવવા મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆતથી ચકચાર મચી છે
મોરબીના રવાપર ગામના રહેવાસી વિનોદભાઈ તળશીભાઈ અઘારાએ કમિશ્નરને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી શહેરના શનાળા રોડ પર આવેલ સ્કાય મોલ જેમાં ગેરકાયદેસર બાંધકામ થયું છે તે દબાણ હટાવવા નમ્ર અરજ છે સ્કાય મોલમાં બે સોસાયટીના લે આઉટ પ્લાન ભેગા કરીને સોસાયટીના રોડ બન્ધ કરીને આખો લે આઉટ પ્લાન બેસાડેલ છે સોસાયટીના રોડ બંધ કરેલ છે જે તે સમયે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા સાહેબની સામે અમોએ આ ફાઈલની તમામ ગેરકાયદેસરની વાત ઉજાગર કરેલ હતી પણ યેનકેન પ્રકારે તે ફાઈલ દબાવવામાં આવી છે અને જાહેર કરી નથી તો આપ સાહેબ સ્કાય મોલની ઓરીજીનલ ફાઈલ નગરપાલિકાના દફતરેથી મેળવીને પુરેપુરી જાચ પડતાલ કરીને સ્કાય મોલના આગળનું અન્ડર ગ્રાઉન્ડ પાર્કિંગ તેમજ આગળનું ૨૦ ફૂટનું બાંધકામ ગેરકાયદેસર છે તે તાત્કાલિક તોડી પાડવા માંગ કરી છે
વધુમાં અરજી સાથે નોંધ લખતા જણાવ્યું છે કે આપ સાહેબ મોરબી શહેરમાં ઘણા દબાણો દુર કર્યા છે પ્રજા આપના કામથી ઘણી ખુશ છે પણ જેવું સ્કાય મોલનું ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડી પાડવામાં આપને શેનો ડર લાગે છે શું આ કોઈ મોટા રાજકારણીનું બિલ્ડીંગનું છે એટલા માટે અથવા આપ એજ રોડની મધ્ય રેખાથી કાયદેસર બિનખેતી થયેલા લોકોના દુકાન તેમજ શો રૂમના પતરા આપને ઉતરાવી લીધે છે તો સ્કાય મોલ માટે કાયદો અલગ કેમ ? તેવો પ્રશ્ન પૂછી બાંધકામ તત્કાલિક તોડવાની માંગ કરી છે
તેમજ જો દિવસ ૧૦ માં પુરેપુરી જાંચ પડતાલ કરીને યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો અમોએ અમારા યુવા ગ્રુપ દ્વારા સ્કાય મોલના સ્થળ પર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવ્યું છે અને ન્યાય મૂર્તિશ્રી હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેમ પણ જણાવ્યું છે


