વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ખૂન થયેલ યુવાનનો ફોટો તોડી નાખ્યાનો ખાર રાખી યુવાનના ઘરમાં ઘુસી છ ઇસમોએ ચીજવસ્તુઓ વેરવિખેર કરી તોડી નાખી તેમજ બાઈક ઊંઘું વાળી નુકશાન કરી યુવાનની માતાને માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે
વાંકાનેર નવાપરા ખડીપરામાં રહેતા શાંતાબેન ભીમજીભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) વાળાએ આરોપીઓ તભો પાટડીયા, દીપક કોળી, કરણ પ્રજાપતિ, કાનો વિંજવાડિયા, વિવેક અને રોકી પરેચા રહે બધા વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓના સંબંધી ધ્રુવ પ્રફુલભાઈ કેરવાડિયાનું થોડા દિવસો પૂર્વે ખૂન થયું હતું અને ફોટો આરોપીઓએ નવાપરા વાસુકીદાદા મંદિર પાસે રાખ્યો હતો જે ફોટો ફરિયાદીના દીકરા જીતેન્દ્રએ તોડી નાખ્યો હતો જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીન ઘરમાં પ્રવેશ કરી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ઘરનો દરવાજો તોડી નાખી, ઘરમાં પ્રવેશ કરી ચીજવસ્તુ વેરવિખેર કરી નાખી તોડી નાખી બાઈક ઊંધું વાળી નુકશાન કર્યું હતું તેમજ ફરિયાદી શાંતાબેનને બે ત્રણ ઝાપટો મારી મુંઢ ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


