R R Gujarat

વિચરતી વિમુક્ત જાતિ સમુદાય ની શીબીર ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય શ્રી ભરતભાઈ પટણી રાજકોટ ની મુલાકાતે

વિચરતી વિમુક્ત જાતિ સમુદાય ની શીબીર ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય શ્રી ભરતભાઈ પટણી રાજકોટ ની મુલાકાતે

વિચરતી વિમુક્ત જાતિ સમુદાય ની શીબીર ભારત સરકાર ના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય શ્રી ભરતભાઈ પટણી રાજકોટ ની મુલાકાતે આવેલા તેમજ NT-DNT સમુદાય ના આગેવાનો ની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસ ના હૉલ માં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા ,મોરબી જીલ્લા ના વિચરતી વિમુક્ત જાતિઓ ના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા હતા.
રાજકોટ ના રૈયાધાર વસાહત ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત માં વસાહત ના રહીશો ને પડતી મુશ્કિલો ની રજુવાત કરવા માં આવી હતી તે બાબતે શ્રી ભરતભાઈ પટણી એ મુલાકાત માં બાદ વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર શ્રી વિગેરેને સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈન અંગે ની વ્યવસ્થા કરવા, નિયમિત સફાઈ કામ કરવા તથા વિજળી ની સુવિધાઓ અપૂરતી હોવાથી તાત્કાલિક અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પુરી પાડવા માટે સૂચના કર્યા હતા, NT-DNT સમુદાય લોકોને પડતી મુશ્કિલો આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતો માં ચાલુ કરવા માટે તથા શાકભાજી વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા તથા મહાનગર પાલિકા ના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાની બંધ કરવા માટે કમિશનર શ્રી ને સૂચના આપવા માટેનો હુકમ કરવા માટે ની ચર્ચા કરવામાં આવેલ હતી. મોરબી જીલ્લા માથી સુરેશભાઈ પી .શિરોહીયા પૂર્વ કાઉન્સિલર અને મંત્રી શ્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ,સુખદેવભાઈ દેલવાણીયા પ્રભારી શ્રી - કચ્છ જીલ્લા યુવા ભાજપ ,

વસંતલાલ ડી.વ્યાસ.
ઉપ પ્રમુખ શ્રી વ્યાસ પ્રગતિ મંડળ મોરબી. અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો,
કોળી સમાજ આગેવાન અજયભાઈ વાધાણી ,મોરબી કોળી સમાજ આગેવાન હાજર રહ્યા હતા.