R R Gujarat

મોરબીના ભરતનગર નજીક ૨૬ અબોલ જીવોની ગેરકાયદે હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના ભરતનગર નજીક ૨૬ અબોલ જીવોની ગેરકાયદે હેરાફેરી કરનાર ત્રણ વિરુદ્ધ ફરિયાદ


ભરતનગર ગામ નજીકથી ગૌરક્ષકોની ટીમે ટ્રકમાં ખીચોખીચ ભરી કતલખાને ધકેલાતા ૨૬ અબોલ જીવને બચાવી લીધા હતા મોરબી તાલુકા પોલીસે ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા અનિલભાઈ હરિભાઈ કંડિયાએ આરોપીઓ એહમદ મેરાજભાઈ જુનેજા, સલીમ હૈદર ખાવડીયા રહે બંને વિરમગામ તાલુકો, અમદાવાદ જીલ્લોઅને હાજી ઉર્ફે ઇલ્યાસ જીવાભાઈ ખોરાણી રહે ભગવતીપરા રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની અશોક લેલન્ડ ટ્રક જીજે ૧૩ એએક્સ ૬૮૯૧ વાળીમાં આધાર પૂરાવા વગર ભેંસના પાડા નંગ ૨૬ ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરતા મોરબી માળિયા હાઈવે પર ભરતનગર ગામ નજીકથી મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે ૨૬ પાડા કીમત રૂ ૫૨,૦૦૦ અને ટ્રક કીમત રૂ ૭ લાખ સહીત કુલ રૂ ૭,૫૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે તેમજ હાજી ખોરાણીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે