સિંધાવદર ગામે રહેતા ૩૦ વર્ષના યુવાનને અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ હોવાથી પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી યુવાન એસીડ પી લેતા મોત થયું હતું
વાંકાનેર તાલુકાના સિંધાવદર, ગાત્રાળનગરમાં રહેતા મનીષભાઈ ભરતભાઈ ચાવડા (ઉ.વ.૩૦) નામના યુવાન એસીડ પી લેતા મોત થયું હતું બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મનીષભાઈને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હતો અને પત્નીએ ઠપકો આપ્યો હતો જેથી લાગી આવતા યુવાને એસીડ પી લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે


