રાજસ્થળી ગામે ફેક્ટરીની ઓરડીમાં રહીને કામ કરતા ૨૨ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
ઉત્તરપ્રદેશ હાલ વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં શ્રી હરી એન્ટરપ્રાઈઝ સેન્ડ સ્ટોન પ્લાન્ટમાં રહીને મજુરી કરતા અખિલેશ ચંદ્રબલી યાદવ (ઉ.વ.૨૨) નામના યુવાને પોતાની ઓરડીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે


