કચ્છ મોરબી નેશનલ હાઈવે પર આવેલ મીઠાના કારખાના પાસે ટ્રક કોઇપણ આડશ વિના રોડ પર ઉભો રાખ્યો હતો જેની પાછળ એસટી બસ અથડાતા બસના ડ્રાઈવર, કંડકટર અને એક મુસાફરને નાની મોટી ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વઢવાણની શિવકુંજ સોસાયટીમાં રહેતા જયેશકુમાર રામજીભાઈ સિંધવ (ઉ.વ.૪૨) એસટી ડ્રાઈવરે ટ્રક જીજે ૧૨ બીએક્શ ૩૮૪૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૩ ના રોજ રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં ટ્રક ચાલકે પોતાનો ટ્રક માળિયા હાઈવે પર આવેલ દેવ સોલ્ટ મીઠાના કારખાના પહેલા કોઈપણ આડશ કે સિગ્નલ રાખ્યા વિના ઉભી રાખી હતી અને ફરિયાદી એસટી બસ જીજે ૧૮ ઝેડટી ૦૧૭૫ લઈને નીકળતા બંધ ટ્રક પાછળ એસટી બસ અથડાઈ હતી અકસ્માતમાં એસટી ડ્રાઈવર જયેશકુમાર સિંધવ, કંડકટર ભગીરથસિંહ અને એક મુસાફર મોહબતસિંહ જાડેજાને ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


