મોરબીમાં વ્યાજખોરો બેફામ બની ગયા છે છાશવારે વ્યાજખોરોના આતંકના કિસ્સા સામે આવતા હોય છે જેમાં યુવાને વ્યાજ સહીત મુદલ રકમ પરત આપ્યા છતાં વાવડી રોડ ઓફીસ ખાતે યુવાનનું અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી હતી અને બળજબરીપૂર્વક ચેકો અને ખેતીની જમીનના દસ્તાવેજની ફાઈલ કઢાવી લીધી હતી
મોરબીના કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં રહેતા જય પ્રવીણભાઈ અંબાણી (ઉ.વ.૩૦) નામના યુવાને આરોપી દિનેશ ગગુભાઈ મકવાણા રહે ઉમિયા સર્કલ પાસે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી દિનેશભાઈએ ઊંચા વ્યાજે નાણા ધીરી ફરિયાદીએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધી હતી છતાં ગત તા. ૦૫-૦૮-૨૦૨૫ થી તા. ૦૨-૧૦ સુધીના સમય દરમિયાન વ્યાજની પઠાણી ઉઘરાણી કરી તેમજ ફરિયાદીના પિતા પ્રવીણભાઈનું અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ચેકો અને ખેતીની જમીનના દસ્તાવેજની ફાઈલ કાઢવી લીધાની ફરિયાદ નોંધાઈ છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


