R R Gujarat

વાંકાનેર : સિરામિકમાં પતરા બદલતી વખતે નીચે પડી જતા ઈજાગ્રસ્ત આધેડનું મોત

વાંકાનેર : સિરામિકમાં પતરા બદલતી વખતે નીચે પડી જતા ઈજાગ્રસ્ત આધેડનું મોત


ઢુવા માટેલ રોડ પર સિરામિક ફેકટરીમાં પતરા બદલવાનું કામ કરતી વખતે ૪૧ વર્ષીય આધેડ નીચે પડતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમીયાન મોત થયું છે
મોરબીના ઘૂટું રામનગરીના રહેવાસી ગણેશભાઈ સોમાભાઈ વાસફોડા (ઉ.વ.૪૧) નામના આધેડ ગત તા. ૩૦-૦૫-૨૫ ના રોજ વાંકાનેરના ઢુવા માટેલ રોડ પર રોસાટા સિરામિકમાં શેડના પતરા બદલવાનું કામ કરતા હતા ત્યારે અકસ્માતે શેડ પરથી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી ઈજાગ્રસ્ત આધેડને રફાળેશ્વર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડ્યા હતા બાદમાં વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યા હતા અને કોમામાં જતા રહ્યા હતા અને દોઢ મહિનો મોરબી હોસ્પીટલમાં સારવાર બાદ રજા આપી હતી અને ઘરે કોમામાં હોય સવારના અચાનક આચકી ઉપડતા મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે