R R Gujarat

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા PSI મહેશ એચ. ટેંટિયાનો આજે જન્મદિવસ

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં ફરજ બજાવતા PSI મહેશ એચ. ટેંટિયાનો આજે જન્મદિવસ

મોરબી: જેતપર ગામના વતની અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) તરીકે ફરજ બજાવતા મહેશ એચ. ટેંટિયાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો અને શુભેચ્છકો તરફથી શુભકામનાઓનો ધોધ વરસી રહ્યો છે.

પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા, શિસ્તબદ્ધ કાર્યશૈલી અને જવાબદારીપૂર્ણ અભિગમ સાથે પોલીસ વિભાગમાં ફરજ બજાવતા PSI મહેશ એચ. ટેંટિયા પોતાના કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ કરે અને જનસેવા તથા કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જેતપર ગામનું ગૌરવ વધારતા મહેશ એચ. ટેંટિયા જીવનમાં સફળતાના નવા શિખરો સર કરે, ઉત્તમ સ્વાસ્થ્ય સાથે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે અને આવનારા વર્ષોમાં પણ પોતાની ફરજ અને કાર્યથી આગવી ઓળખ ઊભી કરે તેવી માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.

PSI મહેશ એચ. ટેંટિયાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ! 💐🎂

ઈશ્વર આપને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ–શાંતિ અને ઉત્તરોત્તર પ્રગતિ અર્પે તેવી હાર્દિક શુભેચ્છાઓ.