R R Gujarat

મુંબઈમાં ગમખ્વાર BMW અકસ્માતમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનું મોત

મુંબઈમાં ગમખ્વાર BMW અકસ્માતમાં મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રનું મોત

મોરબી/મુંબઈ: મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર BMW કાર અકસ્માતમાં મોરબી જિલ્લા પંચાયતના યુવ પ્રમુખ સોનલ જાકાસણીયાના પુત્ર **આદિત્ય જાકાસણીયા (ઉં.19)**નું કરૂણ મોત નિપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મુંબઈના કોસ્ટલ રોડ પર એક BMW કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી. દરમિયાન કાર બેકાબૂ બની બ્રિજની રેલિંગ તોડી નીચે પટકાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ અકસ્માતમાં આદિત્ય જાકાસણીયા સહિત ત્રણ યુવકોનાં મોત થયા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. પોલીસે સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે અને અકસ્માત સમયે કારની ઝડપ સહિતની બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.

આદિત્યના દુઃખદ અવસાનના સમાચારથી જાકાસણીયા પરિવાર સહિત મોરબી પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.