R R Gujarat

EXCLUSIVE| મોરબી માળિયાના દહીંસરા ગામે ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

EXCLUSIVE| મોરબી માળિયાના દહીંસરા ગામે ડુપ્લીકેટ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

મોરબી ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરીને માળિયા તાલુકાના દહીંસરા ગામેથી ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. પ્રાથમિક માહિતી મુજબ દહીંસરા ગામે અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનમાં બનાવટી દારૂ તૈયાર કરવામાં આવતો હતો.

મળતી માહિતી પ્રમાણે અહીં બ્લેન્ડર કંપનીના નામે બનાવટી ઇંગ્લિશ દારૂ તૈયાર કરવામાં આવતો હતો. દારૂ બનાવવા માટે 200 લિટરના ત્રણ બેરલ કેમિકલ મંગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત બ્લેન્ડર કંપનીની ખાલી બોટલો અને સ્ટીકરો રાજસ્થાનથી મંગાવવામાં આવતા હોવાની માહિતી પણ સામે આવી છે. દરોડા દરમિયાન અંદાજે 20 પેટી જેટલી બનાવટી દારૂની બોટલો તૈયાર કરાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વની વાત એ છે કે આ બનાવટી દારૂનો જથ્થો બજારમાં સપ્લાય થાય તે પહેલાં જ મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સમગ્ર ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે.

ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી કેમિકલ, ખાલી બોટલો, સ્ટીકરો સહિતનો મુદ્દામાલ કબજે કરી આ સમગ્ર નેટવર્કમાં કોણ-કોણ સંડોવાયેલું છે અને દારૂ ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.