R R Gujarat

ટંકારાના મીતાણા ગામની સીમમાં પવનચક્કીમાંથી ૨૫,૦૦૦ ની ચોરી, પેનલમાં તોડફોડ કરી નુકશાન

ટંકારાના મીતાણા ગામની સીમમાં પવનચક્કીમાંથી ૨૫,૦૦૦ ની ચોરી, પેનલમાં તોડફોડ કરી નુકશાન


મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કીમાંથી અજાણ્યા ચોર ઈસમો અર્થિંગ કેબલની ચોરી કરી ગયા હતા તેમજ પેનલમાં આવેલ વસ્તુની તોડફોડ કરી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
રાજસ્થાનના વતની હાલ ટંકારા રહેતા પુનિતભાઈ પ્રેમનાથ રાવલે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯-૦૫-૨૦૨૫ ના રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી MTN-૦૧ માં અજાણ્યા ચોર ઇસમોએ ગેટનો નકુચો તોડી કન્વર્ટર કેબીનમાંથી અર્થિંગ કેબલ ૧૦ મીટર વજન આશરે ૧૫ કિગ્રા કીમત રૂ ૧૭,૦૦૦ અને ૩૦૦ ચોરસ મીમી ૦૧ પ્લેટ (તાંબુ) વજન આશરે ૮ કિગ્રા કીમત રૂ ૮૦૦૦ મળીને કુલ રૂ ૨૫,૦૦૦ ની ચોરી કરી ગયા હતા તેમજ પવનચક્કીની પેનલમાં આવેલ વસ્તુની તોડફોડ કરી આશરે રૂ ૫૦૦૦ નું નુકશાન કર્યું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે