વાઘગઢ ગામે 3 વર્ષની બાળકી વાડીના શેઢે રમતી હતી અને રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત થયું હતું
મૂળ છોટા ઉદેપુરના વતની હાલ ટંકારા તાલુકાના વાઘગઢ ગામે ખેતમજુરી કરતા ચંદુભાઈ ધાણુંકની 3 વર્ષની દીકરી રેખા વાડીના શેઢે રમતી હતી અને વાડીના શેઢા પાસે તળાવમાં રમતા રમતા પડી જતા તળાવના પાણીમાં ડૂબી જતા બાળકીનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે


