મોરબીના રાજપર રોડ પર આવેલ સમર્પણ લેમિનેટસ ફેક્ટરી ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોક્સો એક્ટ (Protection of Children from Sexual Offences Act, 2012) તથા સાયબર ક્રાઈમ અંગે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરી ડી.એ. પારેખ સાહેબ તેમજ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલના આસિસ્ટન્ટ રોહિતસિંહ જે. જાડેજા અને બ્રિજરાજસિંહ એન. ઝાલા વિશેષ હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ફેક્ટરીમાં કાર્યરત શ્રમિકોને પોક્સો કાયદાની જોગવાઈઓ, બાળકોના અધિકારો, સાયબર ગુનાઓના પ્રકારો, બચાવના ઉપાયો તેમજ કાનૂની મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમથી શ્રમિકોમાં કાનૂની સમજ અને સચેતતા વધે તેવો હેતુ રાખવામાં આવ્યો હતો.


