મોરબી જીલ્લાના હળવદ અને ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે તો પાકને પણ નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે
હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવામાં આવી હતી જેને પગલે ટંકારાના ગ્રામ્ય વિસ્તાર બંગાવડી, સાવડી, સરાયા,નેસડા સુરજી અને દેવળીયા અને હળવદના ધનશ્યામપુર, કોયબા, ઢવાણા અને દિધડીયામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ખેતરમાં ઉભા પાક જેવા કે ઘઉં, જીરું,ચણા,લસણ, રાયડો સહિતના પાકોને નુકશાન થવાની શક્યતાઓ હોવાથી ખેડૂત ચિંતિત જોવા મળી રહ્યા છે તો વધુ વરસાદ પડે તો ખેડૂતોનો સંપૂર્ણ પાક નિષ્ફળ જઈ છે તો ચોમાસામાં પણ વરસાદ આફતમાં ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું હતો તો હવે કમોસમી વરસાદને પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે


