બંને આરોપીને ૧૦ વર્ષની કેદ અને રૂ ૩૧-૩૧ હજારનો દંડ ફટકાર્યો
મોરબીમાં મહિલા પર તલવાર વડે જીવલેણ હુમલો કરનાર બે આરોપીને કોર્ટે ૧૦ વર્ષની સખ્ત કેદ અને બંને આરોપીને રૂ ૩૧-૩૧ હજારનો દંડ ફટકાર્યો છે અને ભોગ બનનાર મહિલાને રૂ ૫૦,૦૦૦ વળતર ચુકવવા આદેશ કર્યો છે
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ ૨૦૧૭ માં મોરબી ઉમા વિલેજ સોસાયટીમાં રહેતી રેશ્માબેન ગીરીશભાઈ વિડજા નામની મહિલાએ આરોપીઓ ભીખા રૂપા પરમાર અને અશોક રૂપા પરમાર વિરુદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી ભીખાભાઈના પત્ની કાંતાબેનને પતિ સાથે અણબનાવ બનતા રેશ્માબેન સાથે રહેવા આવી ગઈ હતી જે વાતનું મનદુઃખ રાખી રેશ્માબેન એકટીવા પર જતા હતા ત્યારે તલવાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા
જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીએ કોર્ટમાં રજુ કરેલા પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવ સાહેબની કોર્ટે બંને આરોપીઓને કસુરવાન ઠેરવ્યા હતા આરોપી દેવજીભાઈ ઉર્ફે ભીખાભાઈ રૂપાભાઇ પરમાર અને અશોક્બાહી રૂપાભાઇ પરમારને ૧૦ વર્ષની કેદની સજા અને બંને આરોપીને રૂ ૩૧-૩૧ હજારનો દંડ ફટકાર્યો છે જે દંડની રકમમાંથી ભોગ બનનાર મહિલાને રૂ ૫૦,૦૦૦ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો છે


