SIR કામગીરી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે અનેક સ્થળોએ BLO ની તબિયત બગડવી સહિતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આજે બીએલઓ સુપરવાઈઝરની તબિયત બગડટા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા
મોરબી શહેરમાં SIR કામગીરી દરમિયાન આજે શિક્ષકની તબિયત લથડી હતી એલ.ઈ.કોલેજના પ્રોફેસર અને BLO સુપરવાઈઝર મનીષભાઈ જેઠવાની તબિયત બગડી હતી આજે પ્રાંત કચેરી ખાતે SIR ફોર્મ ચકાસણી કામગીરી કરતી વખતે તબિયત બગડી હતી જેથી સ્થળ પર હાજર કર્મચારી અને અધિકારીઓએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા


