હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક ટાઈલ્સ ભરેલ ટ્રક પલટી મારી ગયો હતો અને યુવાન બાઈક સહીત ટ્રક નીચે દબાઈ જતા શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદના કડીયાણા ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ શિહોરા (ઉ.વ.૩૫) વાળાએ ટ્રક ટ્રેઇલર આરજે ૦૨ જીબી ૪૪૨૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ના રોજ આરોપી ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી ચરાડવા ગામ નજીક ધાવડી પેટ્રોલ પંપ પાસે કાવું મારતા ટ્રકમાં ટાઈલ્સ ભરેલ હોવાથી ટ્રક પલટી મારી ગયો હતો અને ફરિયાદીના ભાઈ અજયભાઈ બાબુભાઈ શિહોરા બાઈક જીજે ૩૬ એકે ૨૦૯૪ લઈને રોડ પરથી જતા હતા જે ટ્રકમાં ભરેલ ટાઈલ્સ નીચે મોટરસાયકલ સાથે દબાઈ જતા માથામાં શરીરે અને પગમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું હળવદ પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે


