ઢુવા માટેલ રોડ પર આવેલ સ્પામાં મસાજ કરવા બાબતે રૂપિયા જમા કરવાનું કહેતા રૂપિયા આપવામાં ના હોય કહીને તારું સ્પા બંધ થઇ જશે ધમકી આપી હતી અને બાદમાં ફોન કરી ગાળો આપી છરીના ઘોદા મારી દઈશ તેવી ધમકી આપી તલવાર સાથે આવી ધમકીઓ આપી ત્રણ અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા કરી દરવાજો તોડી નાખી નુકશાન કર્યું હતું પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના જુના ઢુવા રેલ્વે ફાટક પાસે રહેતા કાનાભાઈ કરશનભાઈ માલકીયા (ઉ.વ.૪૦) વાળાએ આરોપી ભૂપત રહે પ્રેમજીનગર તા. મોરબી અને તેની સાથે અજાણ્યા ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી ઢુવા માટેલ રોડ પર માસ સ્પા ચલાવે છે અને આરોપી ભૂપત સ્પાએ અગાઉ મસાજ કરાવવા આવ્યો અને રૂપિયા જમા કરવાનું કહેતા મારે રૂપિયા આપવાના ના હોય અને તારું સ્પા બંધ થઇ જશે કહીને જતો રહ્યો હતો બાદમાં આઠેક દિવસ પછી ફોન કરી ગાળો આપી છરીના ઘોદા મારી દઈશ તેવું કહ્યું અને તા. ૧૩-૧૧ ના રાત્રીના સાડા દશેક વાગ્યે આરોપી ભૂપત હાથમાં તલવાર લઈને તેમજ અજાણ્યા ત્રણ ઈસમો સ્પા ખાતે આવ્યા હતા
આરોપીઓએ ગાળો બોલી ફરિયાદી કાનાભાઈ બહાર નીકળતા આજે તને મારી નાખવો છે કહેતા ફરિયાદીએ સ્પાનું શટર બંધ કરી દીધું હતું જેથી ભુપતે શટરમાં તલવારના ઘા મારી બહારના બે સીસીટીવી કેમેરા તોડી નાખી તેમજ અજાણ્યા ઇસમોએ છુટા પથ્થરના ઘા મારી સ્પાનો ઉપરનો દવાર્જો તોડી નાખ્યો તેમજ એસી ક્મ્પ્રેશરમાં નુકશાન કરી જતા રહ્યા હતા બાદમાં ફરિયાદી અને તેનો દીકરો ઘરે જતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ રોકી માથાકૂટ કરી મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે


