હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સંડોવાયેલ ઈસમને એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે રવાપર નદી ગામના પાટિયા પાસેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લામાં અપહરણ અને ગુમ થયેલ વ્યક્તિને શોધી કાઢવા એન્ટી હુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકમાં અપહરણના ગુનામાં આરોપી નારાયણભાઈ ઉર્ફે નારસંગ મોતીભાઈ શિહોરા (ઉ.વ.૪૪) રહે મૂળ કેદારીયા તા. હળવદ હાલ રવાપર નદી ગામની સીમ વાળો ફરિયાદીની સગીર વયની દીકરીનું રાણેકપર ગામેથી અપહરણ કરી ભગાડી ગયો હતો જે આરોપી નારાયણ શિહોરાને મોરબી જીલ્લાના રવાપર નદી ગામના પાટિયા પાસેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે


