૪.૬૮ લાખના દારૂના જથ્થા સાથે ૯.૬૮ લાખનો મુદામાલ જપ્ત
મોરબી માળિયા હાઈવે પર બહાદુરગઢ ગામની સીમમાં ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬૦ બોટલનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે કાર ચાલક હાજર મળી આવ્યો ના હતો જેથી મોરબી તાલુકા પોલીસે મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની ક્રેટા કાર જીજે ૦૭ ડીડી ૪૫૫૫ વાળીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી કચ્છથી મોરબી આવવાની હોય જે બાતમીને પગલે ટીમે વોચ ગોઠવી હતી અને મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાંથી ક્રેટા કાર ઝડપી લીધી હતી કારની તલાશી લેતા દારૂની ૩૬૦ બોટલ કીમત રૂ ૪,૬૮,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી ટીમે દારૂનો જથ્થો અને કાર કીમત રૂ ૫ લાખ મળીને કુલ રૂ ૯,૬૮,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે કાર ચાલક મળી આવ્યો ના હતો જેથી કાર માલિક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે


