૫ લાખના મુદામાલ સાથે બેને ઝડપી લીધા, બે આરોપીના નામો ખુલ્યા
વાંકાનેરના યજ્ઞપુરુષનગર નજીકથી બોલેરો પીકઅપમાં ૧૦૦૦ લીટર દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫ લાખનો મુદામાલ કબજે લીધો છે દેશી દારૂનો જથ્થો ભરી આપનાર અને જથ્થો મંગાવનાર બે આરોપીના નામો ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન યજ્ઞપુરુષનગર આઈ.ઓ.સી પેટ્રોલપંપ સામેથી બોલેરો પીકઅપ જીજે ૦૩ બીડબલ્યુ ૩૨૦૧ વાળીને રોકી તલાશી લેતા દેશી દારૂ ૧૦૦૦ લીટર કીમત રૂ ૨ લાખ મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ કીમત રૂ ૨ લાખ અને બોલેરો પીકઅપ કીમત રૂ ૦૩ લાખ સહીત કુલ રૂ ૫ લાખનો મુદામાલ કબજે લઈને આરોપી ઇમરાન ઉર્ફે ભાઈજાન રજાક ડેલીવાળા રહે ચોટીલા અને સંજય ઉર્ફે બગો દુદાભાઈ મેર રહે મોટી મોલડી તા. ચોટીલા વાળાને ઝડપી લીધા છે દેશી દારૂનો જથ્થો ભરી આપનાર આરોપી વિજય ઉર્ફે ભૂરો વાલજી માલકીયા રહે ચોટીલા અને જથ્થો મંગાવનાર કુલદીપ ભરત પાડલીયા રહે બેલા(રંગપર) વાળાના નામો ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે


