આજે રાજ્યના નવા ચીફ સેક્રેટરીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 31 ઓક્ટોબરે હાલના ચીફ સેક્રેટરી પંકજ જોશી નિવૃત્ત થઇ રહ્યા છે. અને તેના જ કારણે હવે રાજ્યના નવા ચીફ સેક્રેટરીની નિમણુંક કરવામાં આવી છે. મનોજકુમાર દાસ (એમ.કે.દાસ)ને નવા ચીફ સેક્રેટરી બનાવાયા છે. હાલમાં તેઓ CMOમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે. 31 ઓક્ટોબર બાદ તેઓ ચાર્જ સંભાળશે.
નવા ચીફ સેક્રેટરી મનોજ કુમાર દાસ કોણ છે ?
મનોજ કુમાર દાસ એ ભારતીય વહીવટી અધિકારી છે. તેઓ 1990 બેચના ગુજરાત કેડરના વરિષ્ઠ IAS અધિકારી છે. તેમની પાસે 30 વર્ષથી વધુનો અનુભવ છે અને તેઓ ગુજરાતમાં મહત્વની ભૂમિકાઓમાં કાર્યરત રહ્યા છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં પાછા ફર્યા એકમાત્ર અધિકારી છે, જે બે દાયકામાં પહેલી વખત થયું છે. આ પહેલા તેઓ વડોદરા અને સુરત જેવા મહત્વના શહેરોના મ્યુનિસિપલ કમિશનર, 2018માં મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી, ગુજરાત મરીન બોર્ડ (GMB)ના ચેરમેન તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.


